આ વર્ષે જવાહર નવોદય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવેલ જવાહર નવોદય પરિક્ષામાં વાંકાનેર તાલુકાની કાશીપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધોરીયા ઋત્વિક દિનેશભાઇ કોઈ પણ ટ્યૂશન વગર સમગ્ર મોરબી જિલ્લામાં તૃતીય ક્રમે ઉત્તીર્ણ થઇ શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે…
આ સાથે જ આ વિદ્યાર્થીએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટમાં પણ 120 માંથી 107 ગુણ મેળવી વાંકાનેર તાલુકામાં ત્રીજો નંબર મેળવી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી હતી. જે બદલ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1