હળવદ યાર્ડમાં પણ કપાસની ભરપૂર આવકથી ગઈકાલે ઉતારાઈ બંધ કરાતાં ત્યાના ખેડૂતો વાંકાનેર યાર્ડ ખાતે માલ લાવતા અહિં પણ ઉતરાઈ બંધ કરાઈ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ કપાસની સિઝનમાં યાર્ડ ખાતે કપાસની ભરપૂર આવક થતાં યાર્ડના તમામ માલ સુરક્ષીત રાખતા સેડ ફુલ થઇ જતાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના વિશાળ હિતમાં કપાસ વરસાદના કારણે પલળી અને ખરાબ ન થાય તેથી ઉતરાઈ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે…

બાબતે માહિતી આપતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ ચક્રવાત ન્યુઝને જણાવ્યું હતું કે ગઇકાલે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ભરપૂર આવકથી યાર્ડમાં કપાસની ઉતરાઈ બંધ કરવામાં આવી છે જેનાં કારણે ત્યાંના ખેડૂતો પોતાનો ભાલ વાંકાનેર યાર્ડ ખાતે લાવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કપાસની આવક ડબલ થઇ જતાં યાર્ડના તમામ સેડ ફુલ થઇ ગયા છે…

અને હાલ વરસાદી માહોલ અને આગાહી પણ હોય જેના કારણે ખેડૂતોનો કપાસ વરસાદના કારણે પલળી અને બગડે નહિં તેથી તાત્કાલિક અસરથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કપાસની ઉતરાઈ બંધ કરવામાં આવી છે. આ સાથે જ ટુંક સમયમાં જ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા વધારાના કપાસનગ નિકાલ કરી અને ખેડૂતોના હિતમાં નવી જાહેરાત કરવામાં આવશે જેની ખેડૂતોએ નોંધ લેવી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!