યોગાસન બાદ કબડ્ડી સ્પર્ધામાં પણ વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમશે…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટ સિલેક્શન યોજાયું હતું, જેમાં જુદી જુદી 21 કોલેજના 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાંથી કબડ્ડી સ્પર્ધામાં 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર શહેરની શ્રી દોશી આર્ટ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ખાંડેખા નૈમિષ ભીખાભાઈ 100 ખેલાડીમાંથી પ્રથમ નંબરે સિલેક્શન થયેલ છે….
સિલેક્ટ થયેલ વિદ્યાથી હવે આગામી દિવસોમાં નેશનલ લેવલે સંત ગાડગે બાબા યુનિવર્સિટી અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. નેશનલ લેવલે સિલેક્ટ થયેલ ખાંડેખા નૈમિષ ભીખાભાઈ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet