વાંકાનેર નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર આવેલ વિધાતા પોટરી પાસે રહેતી એક મહિલાને તેની દેરાણી સાથે જુના મનદુઃખમાં અબોલા હોય અને મહિલાના ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે દેરાણી તેના ઘરે બેસવા માટે આવ્યા હતા ત્યારે તેને ઘરે આવવાની ના પાડતા સારું ન લાગતાં દેરાણીએ તેના બે ભાઈઓને બોલાવીને જેઠાણી સાથે માથાકૂટ-બોલાચાલી કરી અને ગાળો આપીને છરી વડે જેઠાણી પર હુમલો કરી તેને ઇજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે..

આ બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી, જે બાદ મહિલાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેની દેરાણી અને તેના બે ભાઈઓની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં, પંચાસર રોડ પર વિધાતા પોટરી પાસે રહેતા પુષ્પાબેન રાજેશભાઈ બારોટ (ઉંમર 37)ના ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તેના પાડોશમાં રહેતા દેરાણી સોનલબેન કિશનભાઇ બારોટ (રહે. નવાપરા પંચાસર રોડ) બેસવા માટે આવતા હોય જેમાં દેરાણી સાથે અગાઉનું મનદુઃખ હોવાથી તેઓ બોલતા ન હતા,

માટે તેમને મહિલાએ પોતાના ઘરે આવવાની ના પાડી હતી જેથી કરીને સોનલબેનને તે સારું ન લાગતાં તેઓએ તેમના બે ભાઈ રોહિત તેજાભાઈ રાઠોડ અને રાહુલ તેજાભાઈ રાઠોડ (રહે. લતીપર)ને ત્યાં બોલાવી સાંજના સમયે સોનલબેન અને તેના બંને ભાઈઓએ પુષ્પાબેનની સાથે માથાકૂટ કરી હતી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી.

આ દરમિયાન સોનલબેનના ભાઈ રોહિત તેજાભાઈ રાઠોડે ફરિયાદી પુષ્પાબેનને હાથના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે બાદ પુષ્પાબેને તેમના દેરાણી સોનલબેન અને તેના બે ભાઈઓની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!