વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના હશનપર ગામ પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે હશનપર ગામે બી.પી.એલ ચોકમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). મુકેશભાઈ સુરેશભાઈ દલસાણીયા (ઉ.વ.૩૩), ૨). રણજીતભાઇ બાબુભાઈ ટોટા (ઉ .વ.૨૬), ૩). મહેશભાઈ ખોડાભાઇ કુણપરા (ઉ.વ.૪૦) તથા ૪). અનીલભાઈ રાજુભાઇ પડસારીયા (ઉ.વ.૨૯, રહે. બધા હશનપર)ને રોકડ રકમ રૂ.10,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!