બ્લડ બેંકોમાં બ્લડની અછતને ધ્યાનમાં રાખી જસદણ સીરામીક ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું….
માનવ જીવનમાં લોહીનું મહત્વ ખુબ જ હોય છે જેમાં હાલ આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત છે ત્યારે આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય અને આપણું રક્તદાનએ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય તે હેતુથી વાંકાનેર નજીક આવેલ જસદણ સીરામીક ખાતે આવતીકાલના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત રહી માનવ સમાજના હિત માટે રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે….
માનવ સેવા સાથે સંકળાયેલા એવા વાંકાનેરના સેવાભાવી જસદણ સીરામીક ગ્રુપ દ્વારા આવતીકાલે તા. ૧૫/૧૧/૨૨ના રોજ સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેર શહેર નજીક આવેલ જસદણ સીરામીક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રક્તદાન કરી આ સેવા કાર્યમાં સહકાર આપવા વડીલો/સ્નેહી/મિત્રોને નમ્ર અપીલ કરવામાં આવી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0