વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામ નજીકથી પસાર થતા મોરબી ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીની કારને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચતા તેમણે ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામ નજીક હાઈવે પરથી પસાર થતી એક સ્વીફ્ટ કાર નંબર GJ 03 FD 7884 ને ત્યાંથી પસાર થતા એક ટ્રક નંબર GJ 36 V 2329ના ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતાં કાર ચાલક મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિયલભાઈ આહમદભાઈ શેરસિયાને ઇજાઓ પહોંચી હતી, જેથી તેમણે ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU