વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં સાત નાલા નીચે અવાડા નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે સિટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ,
વિશાલભાઇ વિનોદભાઇ અઘારા, નિતિનભાઇ ધનજીભાઇ રૂદાતલા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ બોઘડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી અને જનકભાઇ પરષોતમભાઇ બાવળીયાને રોકડ રકમ રૂ.10,180 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I