કપાસી નૂરૂદીન દ્રારા

દરબાર શ્રી શિવરાજ કુમાર પરિસરમાં જસદણ સ્ટેટ શ્રી રાણીસાહેબ તેમજ શ્રી સૂર્ય શક્તિ ભગિની મંડળ તરફથી ગત નવરાત્રી દરમિયાન કરેલા અનેક ઓનલાઈન પ્રોગ્રામ જેવા કે માતાજીની આરતી ની થાળી શણગારવી, માતાજીના ગરબા ગાવા, આદ્યશક્તિ વિશે લેખ લખવો તેમજ માતાજીનો ગરબો શણગારવો સાથે વનસ્પતિ કોર્નર માં વિજેતા થયેલા બહેનોને ઇનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ તકે અતિથિવિશેષ પદે શ્રી પરમ પૂજ્ય 1,008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળા બા તેમજ શ્રીગાયત્રીબા (પાળીયાદ)એ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમ માં કાઠી સમાજના બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આજ ના આધૂનીક યૂગ મા પણ પૌરાણીક સંસ્ક્રૂતી પ્રત્યે સન્ન્માનિય અને આદરભાવ સાથે આગળ ઉપર પણ આવા કાર્યક્રમ દ્રારા સમાજ પોતાની ઓળખ જાળવી રાખે અને આગવી પ્રતિભાઓ સૂગંધીત કરે એવી આશા અભીલાષા સાથે પૂરો કાર્યક્રમ નિહાળ્યો હતો.
જસદણ ના રાજવી પરીવાર ના શ્રી રાણી સાહેબ તરફથી કાઠી સમાજના બહેનો માટે અને દીકરીબાઓ માટે વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃતિઓ થતી રહે છે તેઓ હંમેશા કાઠી સમાજને વેગવંતો અને પ્રવૃત્તિશીલ બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે જે આજ ના યૂગ ની અને ખાસ કરી ને મહીલા ઓ માટે ધણી જ સરાહનીય ભાવ ભક્ત્તી છે

error: Content is protected !!