વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી પોલીસે તલાશી લેતા તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઇકચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગમાં દરમિયાન તાલુકાના જામસર ગામથી વરડુસર તરફ જવાના રસ્તા પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક GJ 03 FH 6720 ને રોકી તલાશી લેતા બાઈકચાલક યુવાન પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવી હતી…
આ બનાવમાં પોલીસે કુલ રૂ. 31,875 ના મુદામાલ સાથે બાઈક ચાલક આરોપી બેચરભાઈ જાદુભાઈ સરાવાડિયા (રહે મક્તાનપર તા. વાંકાનેર)ની ધરપકડ કરી અન્ય આરોપી સિંધાભાઈ કરમશીભાઈ કોળી (રહે મક્તાનપર)નું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf