વાંકાનેર વિસ્તારના મોમીન સમાજ માટે ગૌરવરૂપ બાબત…
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વતની મહેબૂબ હાજીસાહેબ(આલીશાન ટ્રેડિંગ)ના દિકરા ઈસ્તેહાક વડાવીયાએ વાંકાનેર મોમીન સમાજમાં સૌપ્રથમ સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું બહુમાન મેળવવા બદલ ગેલેક્સી મોમીન રત્ન સન્માન સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઈસ્તેહાક વડાવીયા વાંકાનેર નગરપાલિકામાં પણ મોમીન સમાજના પ્રથમ સીવીલ એન્જિનિયર અને સ્ટ્રકચરલ એન્જિનિયર નું લાયસન્સ ધરાવે છે અને હાલ તેઓ વાંકાનેર શહેરમાં આલ્ફા એન્જિનિયર્સ ના નામે આર્કિટેક્ટ ઓફીસ ધરાવે છે….
ઈસ્તેહાક વડાવીયાએ પોતાનો પ્રાથમિક અભ્યાસ મોર્ડન સ્કૂલમાં મેળવી માંડવી(કચ્છ) ખાતે સિવિલ એન્જિનિયરની ડીગ્રી મેળવી આર.કે. યુનિવર્સિટી અને એચ. એન. શુક્લા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવ્યા બાદ નર્મદા નીગમ હળવદમાં સરકારી ખાતાનો અનુભવ લીધા બાદ દર્શન કોલેજમાં સ્ટ્રકચરલ એન્જિનિયરની માસ્ટર ડિગ્રી સાથે રાજકોટમાં સીનીયર આર્કીટેક પાસે બિલ્ડીંગ પ્લાન, સ્ટ્રકચર ડિઝાઇન અને વેલ્યુએશન કામનો બે વર્ષનો અનુભવ મેળવી છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેર શહેર ખાતે બાંધકામ નક્શા પ્લાન, એલીવેશન, લોખંડ ડિઝાઇન, એસ્ટીમેટ અને વેલ્યુએશન માટે ‘ આલ્ફા એન્જિનિયર્સ & વેલ્યુઅર્સ ‘ નામે ઓફીસ ચલાવી રહ્યા છે…
સફળતાના આ શિખરેથી ઈસ્તેહાક વડાવીયા પોતાના માતા-પિતા, પરિવારજનો, પીરો-મુર્શીદ, અમીયલ બાદી(એન્જિનિયર, રાજકોટ), મિત્રો સહિતનો આભાર વ્યક્ત કરે છે…
આલ્ફા એન્જિનિયર્સ & .વેલ્યુઅર્સ
ઈસ્તેહાક વડાવીયા
મો. 81409 00451
પહેલા માળે, ત્રીભોવન ચેમ્બર, સંઘની ઓફિસ સામે, જુની દાણાપીઠની બાજુમાં, વાંકાનેર