IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, તેવામાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી અને રવીન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્યો છે. એવામાં હવે ધોની IPLની 15મી સીઝનમાં એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે. એટલું જ નહીં, ધોનીના આ નિર્ણયથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેની આ છેલ્લી IPL સીઝન હોઈ શકે છે…
જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. વળી, ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલીવાર કેપ્ટન બદલ્યો છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે.
તો બીજી બાજુ ધોનીને આ સીઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા…
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS