છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં પણ યુવાનોમાં આ બનાવો વધી રહ્યા છે, ત્યારે વાંકાનેરના હસનપરમાં ગામ ખાતે રહેતા એક 28 વર્ષીય યુવાનનું પણ હાર્ટએટેકથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા (ઉ.વ. 28) નામના યુવાનને હસનપર ગામ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!