મોરબી જીલ્લા ખાતે ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ)માં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી પ્રક્રીયા માટે શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું આયોજન અમરસિંહજી હાઈસ્કુલ, નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. જેથી આ ભરતીમાં આવનાર ઉમેદવારોએ સવારે ૬:૩૦ કલાકે અસલ ડોક્યુમેન્ટ તથા તેની એક નકલ તેમજ અરજી ફોર્મ ભર્યાની પહોંચ સાથે અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે…

વધુમાં ભરતી માટે આવનાર તમામે સરકારની વખતોવખતની કોવિડ-19 ગાઈડલાઈનને અનુસરવાની રહેશે. તેમજ મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદના પુરૂષ ઉમેદવારોએ તા. ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ હાજર રહેવા તથા મહીલા ઉમેદવારોએ તા. ૨૬/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૭:૦૦ કલાકે હાજર રહેવા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ, મોરબીની એક પ્રેસ યાદીમાં જણાવાયુ છે..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!