વર્ષો જુની સમસ્યા આજે પણ જૈસે થે : હાઈવે ઓથોરિટી, વાંકાનેર નગરપાલિકા અને રેલવે ઓથોરિટી વચ્ચે ફરજની ફેંકાફેંકીથી પીસાતા નાગરિકો : તાત્કાલિક અહિં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા રજુઆત, નહિંતર સ્થાનિકો દ્વારા ચક્કાજામની ચિમકી ઉચ્ચારાઇ….

વાંકાનેર શહેર નજીક હાઈવે પર આવેલ બંને તરફના રેલ્વે નાલા તેમજ સર્વિસ રોડ પર વરસાદી અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગંદા પાણીથી તરબતર રહે છે જેના કારણે અહિંથી પસાર થતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમાં છેલ્લા પંદર દિવસથી અહિં ૨ ફુટ જેટલા ગટરના પાણીનો ભરાવો થયેલ છે જેના સામે સ્થાનિક નાગરિકો દ્વારા રોષ વ્યક્ત કરી બાબતની રજૂઆત કરી અને જો તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ નહિ કરવામાં આવે તો હાઈવે પર ચક્કાજામ કરવાની ચિમકી આપવામાં આવી છે….

આ હાઈવે સર્વિસ રોડ તેમજ રેલ્વે નાલા પરથી દરરોજ હજારો નાગરિકોની અવરજવર થતી હોય જેમાં અહિં બે-બે ફુટ જેટલા ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાનાં કારણે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વર્ષો જુની આ સમસ્યા બાબતે ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાની આગેવાનીમાં સ્થાનિક નાગરિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી,

આ સમસ્યાનો ઉકેલ કરવાં માટે દસ દિવસનું અલ્ટીમેટ આપી જો આ સમસ્યાનો ઉકેલ નહિ કરવામાં આવે તો નાગરિકો દ્વારા ચક્કાજામ -ઉપવાસ-આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે વર્ષોથી આ પ્રશ્ને પિડાતા નાગરિકોની સમસ્યાનો હલ થશે કે તંત્ર ફરી આંખ આડા કાન કરીને નાગરિકોના રોષનો સામનો કરશે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!