છેલ્લા સાત દિવસમાં સર્જાયો બીજો ગંભીર અકસ્માત : જવાબદાર તંત્રની નિંભરતાના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, હવે તો જાગો…
વાંકાનેર હાઈવે ચોકડી જાણે અકસ્માત ઝોન બની હોય તેવો માહોલ સર્જાયો છે, જેમાં છેલ્લા સાત દિવસમાં બીજો ગંભીર અકસ્માત સર્જાયો છે, છતાં પણ હજુ સુધી જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. આ હાઈવે ચોકડી ખાતે જવાબદાર તંત્રની નિષ્ક્રીયતાના કારણે નિર્દોષ નાગરિકોનો દિનપ્રતિદિન ભોગ લેવાઈ રહ્યો છે. જેમાં ગઈકાલે એક ટ્રક ચાલકે ત્રણ કાર અને સાયકલ સવારનેને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો….
ગત તા. ૧૭ ના રોજ એક ટ્રક ચાલકે પાંચ કરતાં વધુ બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ શખ્સોને ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગઈકાલે પણ એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે બેદરકારી દાખવી ત્રણ ગાડી અને એક સાઈકલને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગેસના બાટલાની સાઈકલ પર ડિલિવરી આપવા જતા ઉમરભાઈ હસનભાઈ કુરેશી (ઉ.વ. 64) ને બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
આ બનાવમાં ગંભીર અકસ્માત સર્જનાર ટ્રક નંબર GJ 3 BT 8499 ના ચાલક જીતેન્દ્રભાઈ શ્રીછાંગુરરામ સામે ફરિયાદી વિજયભાઈ ડાંગરે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે વિધિવત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ હાઈવે ચોકડી ખાતે અવાર નવાર ગંભીર અકસ્માતના બનાવો બનતા હોય છે જેની પાછળ અહિં ટ્રાફિક સિગ્નલ ન હોય તેમજ જવાબદાર પોલીસ તંત્ર પણ આ અકસ્માત ઝોન હાઈવે ચોકડી પર પુરતું ધ્યાન ન આપતી હોવાનું ફલિત થાય છે જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાન આપી યોગ્ય પગલાં લેવા લોકમાંગ ઉઠી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN