વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની અને ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સોસાયટીના સ્થાપક એવા અબ્દુલરહીમ બાદીના પુત્ર લિયાકતહુશેન બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ પોતાની આવડતથી ગેલેક્સી ગ્રુપને વિકાસના ઊંચા પંથ પર લઈ જઈ ગેલેક્સી પ્રાયમરીસ્કૂલ, હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ લીંબાળા તેમજ ચંદ્રપુરનું સંચાલન કરી રહ્યા છે….
વાંકાનેર તાલુકાના ગામડાઓના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે એવા પવિત્ર હેતુથી સાવ નજીવી ફી સાથે તેઓ શિક્ષણ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. આ સાથે જ તેમણે કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં ગેલેક્સી કોવિડ હેલ્થ કેર શરૂ કરી સારી એવી સેવા આપી હતી અને તેઓ આગામી સમયમાં વાંકાનેર ગુલશન સોસાયટી મુકામે એક અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ શરૂ કરી રહ્યા છે, જેનો લાભ વધુમાં વધુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે તેવો તેમનો હેતુ છે. પોતાની આવડતથી ઉંચાઇના શિખરો સર કરનાર લિયાકત બાદીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે…