વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે આવેલ નામાંકિત પાયોનિયર વિદ્યાલય-પંચાસિયાના સંચાલક અને પાયોનિયર શોપીંગ મોલના ઓનર એવા અશરફભાઈ માથકિયાનો આજે જન્મદિવસ છે. અશરફભાઈ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા હોય અને તેમની વિદ્યાર્થી લક્ષી એક્ટીવિટી, સરળ- મિલનસાર સ્વભાવ તથા તેમના તટસ્થ વ્યક્તિત્વના કારણે તેમણે બહોળી લોકચાહના મેળવી છે.

શિક્ષણ ક્ષેત્ર સાથોસાથ તેઓ પાયોનિયર શોપીંગ મોલ ચલાવતા હોય તેમજ બહોળા લોકસંપર્ક અને મિત્ર મંડળના કારણે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9998888618 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

અશરફભાઈ માથકિયા આજે પોતાના જન્મદિવસ નિમિત્તે પાયોનિયર શોપીંગ મોલ ખાતે શુભેચ્છા આપનાર તમામ શુભેચ્છકો અને ખરીદી કરનાર તમામ ગ્રાહકોને કલમ(પેન) ભેટ આપી રહ્યા છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અશરફભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

error: Content is protected !!