ગત વર્ષ કરતાં આ વર્ષે બમણાં કરતા વધુ ભારતીયો હજ પર જશે…

સાઉદી અરેબિયાએ વર્ષ 2023 માટે ભારતમાંથી હજ યાત્રીઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ વર્ષે ભારતમાંથી કુલ 1,75,025 ભારતીયો હજ યાત્રા પર જઈ શકશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સંખ્યા ઈતિહાસમાં સૌથી વધુ છે. ગત વર્ષે ભારતમાંથી ફક્ત 79,237 લોકો જ હજ કરી શક્યા હતા. જેમાં અગાઉ સાઉદી અરેબિયાએ ક્યારેય ભારતીયો માટે આટલો મોટો ક્વોટા અનામત રાખ્યો ન હતો. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે જેદ્દાહમાં આ અંગે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી…

ભારતમાંથી હજ પર જવાની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના લોકોની હશે. ઉત્તર પ્રદેશના ધારાસભ્ય અને હજ બાબતોના મંત્રી મોહસિન રઝાએ માહિતી આપી છે કે, ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ લોકો હજ પર જશે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાંથી આ વર્ષે હજ યાત્રા માટે કુલ 30 હજાર કરતાં વધુ લોકો સાઉદી અરેબિયા જશે….

છેલ્લા કેટલાક વર્ષોમાં કોવિડને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ સમગ્ર વિશ્વમાંથી હજ યાત્રીઓની સંખ્યા મર્યાદિત કરી હતી. વર્ષ 2019માં જ્યાં 1.4 લાખ લોકોએ હજ કરી હતી. તે પછીના વર્ષે આ સંખ્યા ઘટીને 1.25 લાખ થઈ ગઈ હતી. પરંતુ કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને વર્ષ 2020 માં હજ યાત્રા રદ કરવામાં આવી હતી. વર્ષ 2022માં 79,237 ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા હતા. જે સંખ્યામાં આ વર્ષે બમણો વધારો કરવામાં આવ્યો છે. વિશ્વભરના સક્ષમ મુસ્લિમો માટે જીવનમાં એક વાર હજ પર જવું ઈસ્લામમાં આવશ્યક ફરજ માનવામાં આવે છે. ભારતીય મુસ્લિમોમાં પણ હજ યાત્રા ખૂબ જ લોકપ્રિય છે પરંતુ કઈ વ્યક્તિ હજ યાત્રા કરી શકશે. તે દર વર્ષે ડ્રો સિસ્ટમ હેઠળ નક્કી કરવામાં આવે છે…

સાઉદી અરેબિયા દ્વારા ભારતીયો માટે રાખવામાં આવેલા ઓછા ક્વોટાને કારણે ઘણા ભારતીયો હજ પર જવાથી દૂર રહેતા હતા, પરંતુ આ વખતે ક્વોટામાં વધારો થવાને કારણે ઘણા ભારતીય મુસ્લિમોને હજ પર જવાની તક મળવાની છે. જૂનથી શરૂ થનારી હજ યાત્રા માટે ભારતીયોએ કેટલો ખર્ચ કરવો પડશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ડોલર સામે ભારતીય રૂપિયો ઘટવાને કારણે આ વખતે લોકોને હજ માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે.‌..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!