બિપોરજોય વાવાઝોડાને કારણે બપોર બાદ વાંકાનેર વિસ્તારમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ વાડીમાં એક મકાનની દીવાલમાંથી બેલું માથે પડતા ૧૩ વર્ષની તરૂણીને શરીરે ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પરિવાર સાથે રહેતી સુમિબેન કરસનભાઈ ધોરીયા (કોળી) (ઉ.વ.૧૩) ગઈકાલે બપોરના સમયે ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ બેલાની દિવાલ પાસે બેઠી હોય ત્યારે ભારે પવનના કારણે બેલાની દીવાલ માથે પડતા બાળકી દીવાલ નીચે દટાઈ હતી, જેથી બાબતની જાણ આજુબાજુના લોકો અને પરિવારજનોને થતાં બધા સ્થળ પર દોડી જઇ અને બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બાળકી બે બહેન અને એક ભાઈમાં મોટી હોય અને પિતા ખેતીકામ કરતાં હોય અને બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હોવાની માહિતી મળી રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!