છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલ વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીએ તાજેતરમાં જ યોજાયેલ મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં પક્ષના વ્હીપનો અનઆદર કરતાં બાબતે વાંકાનેર તાલુકા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેમના પર પક્ષ વિરોધી કામ કરવા અને તેઓ ભાજપમાં ભળી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા, જે બધા વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવઘણભાઈ મેઘાણીને નોટિસ ફટકારી અને બાબતે સાત દિવસમાં ખુલાસો કરવા આદેશ કરતાં રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે….
બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષભાઈ પરમાર દ્વારા વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસમાંથી ચુંટાયેલ સદસ્ય નવઘણભાઈ મેઘાણીને નોટિસ ફટકારી જણાવ્યું છે કે, નવઘણભાઈ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય હોય તેમણે તા. ૧૩-૯-૨૦૨૩ના રોજ પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે આદેશ (વ્હીપ) આપવામાં આવેલ હોય ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના આદેશ (વ્હીપ)ની અવગણના કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના બદલે ગેરહાજર રહ્યા હોય તેની કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધેલ છે.
જેથી આ બાબતે નવઘણભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગે લેખિત ખુલાસો સાત દિવસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ નવઘણભાઈ મેઘાણી દ્વારા જો સાત દિવસમાં લેખિત ખુલાસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને નહીં કરવામાં આવે તો પક્ષ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી નવઘણભાઈ મેઘાણીનું સદસ્ય પર રદ પણ થઈ શકે છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf