ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની જાહેરાત…

0

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે. અમિત ચાવડા કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. કોંગ્રેસમાં અદરોઅંદર નામની ઘણી ચર્ચા બાદ આખરે અમિત ચાવડાને પસંદ કરવામાં આવ્યા હતા…

સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. ત્યારે 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું. જેથી 20 જાન્યુઆરી પહેલાં જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા આંકલાવ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તો શૈલેશ પરમાર અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાઈ હતી, જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપે ગુજરાતની 182માંથી 156 સીટો પર જીત હાંસલ કરી હતી. જ્યાં કૉગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી અને આમ આદમા પાર્ટીને પાંચ સીટ મળી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1