ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે બપોરે 12 વાગ્યે અંત આવશે. આજે ચૂંટણીપંચ દ્વારા બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે….

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે….

ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોના અરજીપત્રકો ભરવાની તારીખ તેમજ ઉમેદવારી પત્રો ચકાસવાની અને ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ-કોંગ્રેસ સહિતનિ પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ વેગીલી બની શકે છે….

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટો પરથી ચૂંટણી લડવાની છે. બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કોણ બાજી મારશે તે ખાસ જોવાનું રહેશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!