ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે. આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 01 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 05 ડિસેમ્બરે યોજાશે જેના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે…

પ્રેસ કોન્ફરન્સમાં ચુંટણી પંચે જણાવ્યું હતું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો છે. તમામ 182 બેઠકો માટે 8મી ડિસેમ્બરે મતગણતરી અર્થાત ચૂંટણી પરીણામની જાહેરાત થશે. 10 ડિસેમ્બરે તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે . પ્રથમ તબક્કાનું જાહેરનામું 5 નવેમ્બરે બહાર પડશે. જ્યારે બીજા તબક્કાનું જાહેરનામું 10 નવેમ્બરે બહાર પડશે. પ્રથમ તબક્કાનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 14 નવેમ્બર તો બીજા તબક્કાનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 17 નવેમ્બર છે..

પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે અને બીજા તબક્કામાં ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કામાં 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે…

પ્રથમ તબક્કામાં મતદાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરુચ, નર્મદામાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે…

જ્યારે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, મહિસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બીજા તબક્કામાં મતદાન યોજાશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!