સમગ્ર ગુજરાતમાં આજે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશથી રાજ્યભરના 164 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં એક તરફ તહેવારોનો માહોલ જામ્યો તો બીજી તરફ લોકસભાની ચૂંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે…
રાજ્ય સરકાર દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ધીરાભાઈ કાનજીભાઈ પરમારની બદલી કરી તેમને નડીયાદ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે વાંકાનેરના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે માળીયાથી રિઝવાનભાઈ અબ્બાસભાઈ કોંઢિયાની નિમણૂક કરવામાં આવી છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf