છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં પાંચ ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29 ફુટે પહોંચી….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ વરસાદથી ડેમની સપાટીમાં પાંચ ફુટ જેટલો વધારો થયો છે, જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ ડેમમાં 230 ક્યુસેક પાણીની આવક શરૂ છે….
બાબતે મચ્છુ 1 ડેમની સાઈટ પર સામાન્ય વરસાદને કારણે ડેમમાં ધીમીધારે પાણીની આવક શરૂ થઇ હતી, જેમાં ચોમાસા પુર્વે ડેમની સપાટી 24.06 ફુટ જેટલી નોંધાઇ હતી, જેમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં પડેલા વરસાદથી ડેમમાં 5 ફુટ જેટલા નવા નીરનો ઉમેરો થતા હાલ મચ્છુ 1 ડેમની સપાટી 29 ફુટે પહોંચી છે. સામાન્ય રીતે હાલ ડેમમાં સંગ્રહિત પાણી વાંકાનેર વિસ્તાર માટે ત્રણથી ચાર માસ ચાલે તેટલું હોવાનો અંદાજ છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1