ડેપ્યુટી કમિશનરશ્રી, CISF યુનિટ એરપોર્ટ, રાજકોટનું વર્ષ-૨૦૨૧ ના વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ નક્કી કરવામાં આવ્યું હોય જેથી આગામી તા. ૨૨/૦૯/૨૦૨૧ અને તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી માટે વાંકાનેર ફાયરીંગ બટ વિસ્તારની આજુબાજુ કોઈપણ નાગરિકો પ્રવેશ કરવો નહીં…

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ એન.કે. મુછાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશથી વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરસર ફાટક પાસે,

ઊતરે આવેલ ડુંગરની ધાર પાસે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૨૨/૦૯/૨૦૨૧ અને તા.૨૩/૦૯/૨૦૨૧ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!