વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના દરોડા પાડી પંચસિલ સોસાયટીમાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક અને પેડક વિસ્તારમાંથી 97 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પ્રથમ બનાવમાં વાંકાનેર શહેરની પંચશિલ સોસાયટીમાં વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂનો દરોડો પાડી આરોપી રાજુ ઉર્ફે ડિમ્પલ ક્રિષ્નમુરારી યાદવ નામના શખ્સને વિદેશી દારૂની 12 બોટલ (કિંમત રૂ. 4500) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બીજા બનાવમાં વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં આવેલ નાગાબાવા મંદિર સામે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી કમલેશ જાનકીદાસ દુધરેજીયા નામના શખ્સ પાસેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 73 બોટલ તથા રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની 24 બોટલ એમ કુલ 97 બોટલ વિદેશી દારૂ સહિત કિંમત રૂ 39,855ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!