વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક ફુલ સ્પીડમાં આવતી ઇકો કારના ચાલકે રોડ પર સાઈડમાં ઉભેલા એક બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેમણે ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુર ઝડપે આવતી એક ઇકો કાર રજી. નં- GJ 03 EL 6346ના ચાલકે રોડ પર પોતાનું બાઈક લઈને ઉભેલા ઉકાભાઇ માવજીભાઇ બાવળીયાના મોટરસાયકલ રજી. નં- GJ 3 AF 2734 ને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો,
જેમાં ઉકાભાઈ રોડ પર પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક નાશી ગયો હતો જેથી આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ઈકો કારના અજાણ્યાં ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf