છેલ્લા થોડા સમયમાં અનેક વાહનો ચોરાયા હોવાના દાવા, બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ આનાકાની કરતી હોવાની ઉઠતી રાવ….

વાંકાનેર શહેરમાંથી છેલ્લા થોડા સમયથી ઘણાબધા વાહનો ચોરાયા હોવાના બનાવો સામે આવ્યા છે, જેમાં જુજ બનાવમાં જ બનાવ પોલીસ ચોપડે ચડે છે. બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાહન ચોરીના બનાવોમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતી હોય જેના કારણે આજે પણ ઘણાબધા અરજદારો સ્ટેશન ખાતે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમનું કોઈ સાંભળતું નથી. બાબતે આજે ઘણાબધા કેસમાંથી આજે વધુ એક કેસ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં વાંકાનેર શહેર ખાતે બિમારી સબબ હોસ્પિટલ ખાતે સારવાર લેવા ગયેલા દર્દીની ઈકો કાર રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ચાવડી ચોક ખાતે આવેલ ઓઝા શેરીમાં રહેતા યોગેશભાઈ અમ્રુતલાલ પુજારા નામના વેપારીની તબિયત નાદુરસ્ત હોય, જેથી તેઓ ગત તા.28 ઓગસ્ટના રોજ વાંકાનેરની શ્યામ હોસ્પીટલ ખાતે પોતાની ઇકો ગાડી લઈ સારવાર માટે ગતા હતા. જેમાં તેમની તબિયત સારી ન હોય ડોકટર દાખલ કરતા હોસ્પિટલ પાસે જ કાર પાર્ક કરી તેઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હતા. આ દરમ્યાન તા.28ના મોડીરાત્રીના તેમની ઈકો કાર કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા, જેથી આ બાબતે તેમણે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!