મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના ગુજરાત વ્યાપી રેકેટનો મોરબી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ છ શખ્સોને રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં હાલમાં ચાલતી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી રેમડેસીવીર ઈન્જેકશનની અછતના કારણે અમુક ઇસમો ઇન્જેકશનોનું ડુપ્લીકેશન તથા બ્લેક માર્કેટીંગ કરી વેચાણ કરતા હોવાની આમ જનતામાંથી ફરીયાદો મળતી હોય જેથી પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસને બાતમી મળી હતી કે,

મોરબીની શક્તિ ચેમ્બર-૦૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૦૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસ/દુકાન વાળો રાહુલ કોટેચા તેના સાગરીતો સાથે મળી ભેળસેળયુકત નકલી રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો રાખી કોરોના સંક્રમીત દર્દીઓ તથા તેના સગા વ્હાલાઓ સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઉંચા ભાવે ઇન્જેકશનોનું વેચાણ કરતા હોય જેથી પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી (રહે. બન્ને મોરબી)ને કુલ-૪૧ નંગ રેમડેસીવીર ઈન્જેકશન કી.રૂ. ૧,૯૬,૮૦૦/ તથા ઇન્જેકશનોના વેચાણના રોકડા રૂપીયા- ૨,૧૫,૮૦૦/- સહીત ના જથ્થા સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર,નં.૦૯૩૪૮૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩, વિ. મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ….

ઉપરોકત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઇન્જેકશનો કયાંથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા આશીફભાઇ (રહે. જુહાપુરા, અમદાવાદ) પાસેથી સદરહુ ઇન્જેકશનો જથ્થો લાવેલાની હકીકત જણાવતા હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરીના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસીવીર ઈન્જેકશન નંગ-૧૧૭૦ કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી…

આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ ઇન્જેકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનું જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇન્જેકશનના વધુ જથ્થા અંગે કાર્યવાહી કરવા રોકી રાખવામાં આવેલ હતી….

દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા (રહે. સુરત, અડાજણ) અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ (રહે. મુંબઇ) ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન, 63હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા…

ઉપરાંત અમદાવાદ ખાતે તપાસમાં રહેલ ટીમને વોચ દરમિયાન ભાડાની ટાવેરા કારમાં સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણ ૨૦૦૦ નંગ ઇન્જેક્શન જેની કીંમત રૂ. ૯૬ લાખનો જથ્થો રાખી કાર મૂકી નાસી ગયો હતો. આમ પોલીસે છ આરોપીને ઝડપી લીધા છે તો આરોપી સિરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ (રહે. કતારગામ, સુરત) અને કલ્પેશકુમાર મોહનભાઈ પ્રજાપતિ (રહે ભરૂચ) એ બંને આરોપી ફરાર હોય જેને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે…

કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી 5000 કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા….

👉 ઝડપાયેલા આરોપીઓના નામ…

૧). રાહુલ અશ્વિન કોટેચા (રહે. રવાપર, ધૂનડા રોડ, મોરબી)
૨). રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હિરાણી (રહે. નવલખી રોડ, મોરબી)
૩). મહમદ આશિમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસ પટણી (રહે. જુહાપુરા અમદાવાદ)
૪). રમીઝ સૈયદહુશેન કાદરી (રહે. જુહાપુરા, અમદાવાદ)
૫). કૌશલ મહેન્દ્રભાઈ વોરા (રહે. ગ્રીન ઓડીના, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત)
૬). પુનીતભાઈ ગુણવંતલાલ શાહ (રહે. મુંબઈ)

👉 ઝડપાયેલ મુદ્દામાલ…

૧). ભેળસેળયુક્ત નકલી ઇન્જેક્શન નંગ-૩૩૭૧ કીંમત રૂ. ૧,૬૧,૮૦,૮૦૦
૨). ઇન્જેક્શન વેચાણની રોકડ રૂ. ૯૦,૨૭,૫૦૦
૩). મોબાઈલ નંગ-૯, કીંમત રૂ. ૧,૫૦,૦૦૦
૪). ખાલી શીશીઓ નંગ-૬૩,૧૩૮ કીંમત રૂ. ૭,૫૭,૬૫૬
૫). શીશીના બુચ નંગ-૬૩,૧૩૮ કીંમત રૂ. ૧,૮૯,૪૧૪
૬). એપલ કંપનીનું લેપટોપ નંગ-૧ કીંમત રૂ. ૧,૭૫,૦૦૦
૭). ગ્લુકોઝ પાવડર બેગ નંગ-૪૦ કીંમત રૂ. ૮૦૦૦
૮). રેમડેસીવીર ઇન્જેક્શન લખેલ સ્ટીકર પાનાં નંગ-૨૬૨ કીંમત રૂ. ૭૮,૬૦૦
૯). વજન કાંટા નંગ-૦૪ કીંમત રૂ. ૩૬૦૦
૧૦). ઈનોવા કાર કીંમત રૂ. ૮ લાખ

કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૨,૭૩,૭૦,૫૭૦

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

 

error: Content is protected !!