વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા હોકળામાં કોઈ શખ્સો જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા પાંચ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા હોકળામાં જુગાર રમતા ૧). અનીસભાઇ ઇબ્રાહિમભાઇ સમા, ૨). હર્ષદભાઇ જયંતિભાઇ પરમાર, ૩). ઇબ્રાહિમભાઇ ઉસ્માનભાઇ સોરઠીયા,
૪). સલીમભાઇ અબ્દુલભાઇ મસાલાવાળા અને ૫). અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરીને રોકડ રકમ રૂ.13,600 સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી પોલીસે તમામ જુગારી વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA