બેથી ત્રણ દિપડાઓ વાંકાનેર નજીક ચડી આવ્યા હોવાની માહિતી બાદ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા’તાં, આજે એક દિપડો પાંજરે પુરાયો…..
વાંકાનેર શહેર નજીક છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા હોવાની નાગરિકોમાં ચર્ચા જાગી હતી જે બાબતની જાણ વન વિભાગને કરતા વાંકાનેર નજીક બે થી ત્રણ દિપડાઓના સગડ વન વિભાગને મળતા દીપડાઓને પકડવા માટે પાંજરા ગોઠવાયા હતા. જેમાં આજે વહેલી સવારે વાંકાનેર શહેર નજીક દિગ્વિજયનગર પાસે મુકાયેલ પાંજરામાં એક દિપડો કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે….
બનાવની વાંકાનેર વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું, સાથે જ વન વિભાગ દ્વારા નાગરિકોને પણ સાવચેતી રાખવી અપીલ કરવામાં આવી હતી…
દીપડાને પાંજરે પકડવા વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસથી કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં આજે વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર નજીક દિગ્વિજયનગર પાછળ ગોઠવવામાં આવેલ પાંજરામાં દીપડો કેદ થયો હતો. જે બાબતની પુષ્ટિ વાંકાનેર આર.એફ.ઓ. દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હજુ પણ વાંકાનેર નજીક એકથી બે દિપડા હોવાની માહિતી મળી રહી છે, જેના માટે આગામી સમયમાં વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1