લગ્નજીવનના ચાર મહિનામાં જ ઘર કંકાસે યુવાનનો જીવ લીધો, પતિ અન્ય મહિલા સાથે વાત કરતો હોવાની શંકાએ યુવાનની હત્યા કરાઇ…

વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને તેની જ પત્નીએ અન્ય સ્ત્રી સાથે પતિ વાત કરતો હોવાની શંકાના આધારે કુહાડાનો ઘા ઝીકી રહેંસી નાખતા ચકચાર જાગી છે, જેથી હાલ આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા મધ્યપ્રદેશના વતની અર્જુનભાઇ સુમસિંહ ડામોર નામના યુવાનને તેની જ પત્ની કાળીબેને ગત તા.3ના રોજ મધ્યરાત્રીએ માથામા આંખ ઉપર તેમજ હાથના ભાગે કુહાડાના ઘા ઝીકી દેતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું….

બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને બનાવ અંગે મૃતક અર્જુનની પત્નિની પૂછતાછ કરતા મૃતક અર્જુનના ચાર માસ પૂર્વે લગ્ન થયા હોવાનું અને અર્જુન અન્ય મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરતો હોવાની શંકાને આધારે ઝઘડો થતા પતિ અર્જુને સામાન્‍ય બોલાચાલીમાં ગુસ્‍સો કરી ઢીકો મારી કુહાડો ઉગામતાં પત્નીએ ક્રોધમાં કુહાડો ખેંચી લઇ તેના પતિને માથામાં મારી દીધો હતો. જેથી હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm

error: Content is protected !!