વાંકાનેર શહેર નજીકથી પોલીસ દ્વારા બાઇક પર દેશી દારૂની ખેપ મારવા માટે નિકળેલ એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ બનાવમાં 37 લિટર દેશી દારૂ સહિત કુલ રૂ. 15,740 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટક કરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાતીદેવરી રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી પાસેથી શંકાસ્પદ કોથળા સાથે બાઇક પર પસાર થતા એક શખ્સને રોકી પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી 37 લિટર જેટલું કૈફી પીણું મળી આવ્યું હતું…

જેથી પોલીસે બાઈક ચાલક વિજયભાઈ રમેશભાઈ મકવાણા પાસેથી કુલ 37 લીટર કેફી પીણું (કિંમત રૂ. 740) અને બાઈક મળી કુલ રૂ. 15,740 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિજયભાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!