ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ પીવાના અને વહેંચવાના કેસ રોજબરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આવા બનાવોમાં દાખલારૂપ ઉદાહરણ બેસાડતાં દારૂ પીવાના કેસમાં એક આરોપીને છ મહિનાની કેદની સજા સાથે રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2018માં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સચિન રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ દારૂ પી છાકટો બની તોફાન કરતો હોય, જેથી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી આર. એચ. જાડેજાએ ફરિયાદી બની આરોપી સામે ફરિયાદ નોંધી હોય જે કેસ નામદાર વાંકાનેર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એસ. કે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ. બી. સોલંકીની ધારદાર દલીલો અને બ્લડ સેમ્પલમાં આવેલા આલ્કોહોલના પુરાવાને ધ્યાને લઈ આરોપી સચિન રસિકભાઈ ગોહિલને છ મહિનાની કેદની સજા તેમજ રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV