આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ કોરોના વેક્સિનેશન મહા અભિયાન અન્વયે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પણ કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી…
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કોવિડ-૧૯ વેક્સિનેશન મહાઅભિયાન શુભારંભ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી શેરસીયા સાહેબ, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન સેજપાલ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, કોર્પોરેટર ગજુભા રાઠોડ, ભરતભાઈ ઠકરાણી,
ઘનશ્યામભાઈ ઢોલરીયા(નોબલ સીરામીક), દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ અનંતરાય મહેતા તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. ફાલ્ગુની ત્રિવેદી, આર.એમ.ઓ ડો.એચ. ડી. પરમાર, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ સહિતના ખાસ હાજર રહ્યા હતા…
આ મહાઅભિયાન દરમિયાન ૨૫ જેટલા લાભાર્થીઓને તાત્કાલિક નોંધણી કરી કોરોના વેક્સિન આપવામાં આવી હતી, તેમજ કોવિડ-૧૯ની ગંભીર અને કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલ ખાતે ખડેપગ રહી નિસ્વાર્થ સેવા આપેલ તમામ દાતાશ્રીઓનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN