વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ નાલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સીટી સ્ટેશન રોડ પર આવેલ નાલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઈકબાલશાં મહમદશાં શેખ(ઉ.વ. ૩૩) અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખ(ઉ.વ. ૨૨)ને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 710 તેમજ 10 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લીધા હતા, જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ગફુરભાઈ નાસી જતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!