અમરસર સંપ ખાતેથી ચંદ્રપુર આવતી પાણીની પાઈપલાઈનમાં થતી પાણી ચોરી તો જવાબદાર નથી ને ? : બાબતે જવાબદાર અધિકારીને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય !
વાંકાનેર તાલુકાના મોટા અને શહેરની નજીક જ આવેલ એવા ચંદ્રપુર ગામને છેલ્લા ત્રણેક માસથી અપાતું પીવાનું પાણી અનીયમીત અને ઓછી માત્રામાં અપાઈ રહ્યું છે, જેમાં ત્રણ માસ પૂર્વે ગામને 24 કલાક અપાતું પીવાના પાણી અચાનક ઘટી કેમ ગયું બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, ચંદ્રપુર ગામને ત્રણ માસ અગાઉ હસનપર સંપ ખાતેથી નર્મદાનું પામી સપ્લાય થતું હતું, જે નર્મદા યોજનાની પાણીની પાઈપ લાઈન 24 કલાક કાર્યરત હોવાથી આ ગામને પુરતાં પ્રમાણમાં અને 24 કલાક પાણી મળી રહેતું પરંતુ આ પાઇપ લાઇનમાં બહોળા પ્રમાણમાં પાણી ચોરીની ફરિયાદો ઉઠતા આ લાઇનને બંધ કરી ચંદ્રપુર ગામને અમરસર સંપ ખાતેથી નર્મદાનું પાણી આપવા માટે નવી પાઈપ લાઈન પાથરવામાં આવી હતી, જેમાં પણ હાલ બહોળા પ્રમાણમાં પાણી ચોર કરવામાં આવતી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેના કારણે ફરી ચંદ્રપુર ગામને ઓછા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે…
આ બાબતે ગામના જાગૃત નાગરિક અને પુર્વ સરપંચ દ્વારા જવાબદાર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જવાબદાર અધિકારી એવા ડેપ્યુટી ઈજનેર અને સુપરવાઈઝરને આ લાઇનમાં પાણી ચોરીના પુરાવા જોગ ફોટા મોકલી અનેકવાર ટેલિફોનીક રજુઆતો કરવા છતાં આજ સુધી બાબતે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જે બાબતે કોઈ તપાસ કે કાર્યવાહી ન કરવા માટે નિયમિત પ્રસાદી કે હપ્તા બાપાની જય માવવી ઘટે..!
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી નાંખવામાં આવેલ આ પિવાના પાણીની લાઈનમાં અમરસર સંપથી ચંદ્રપુર ગામ સુધીમાં અનેક સ્થળોએ પાણી ચોરો દ્વારા લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદેસર પાણી કનેક્શન મેળવી ઘઉં, જીરૂ સહિતના પાકોમાં પિયત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ચંદ્રપુર ગામને પુરતાં પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. બાબતે જો જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરી આ પિવાના પાણીની લાઈનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અને ખોદકામ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં પાણી ચોરીનું ષડયંત્ર બહાર આવે તેમ છે પરંતુ તપાસ કે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2