વાંકાનેર કોર્ટમાં ફરીયાદી યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલએ ચંદ્રપુરની ગુલશનપાર્ક સોસાયટી ખાતે રહેતા ઈસ્માઈલ અલીભાઈ વકાલીયાને મીત્રતાના ધોરણે હાથ ઉછીની રકમ રૂ. ૮૦,૦૦૦/- આપેલ હોય અને જે રકમ ચુકવવા આરોપીએ ચેક આપેલ જે ચેક ફરીયાદીએ બેન્કમાં વટાવવા નાંખતા વગર ચુકવ્યે ચેક પરત ફરેલ હોય તેવી હકીકત રજુ કરીને ફરીયાદીએ ઈસ્માઈલભાઈને લીગલ નોટીસ આપી તેની સામે વાંકાનેરની કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હોય જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદીએ આરોપી ઈસ્માઈલભાઈ અલીભાઈ વકાલીયા (રહે. ગુલશનપાર્ક, ચંદ્રપુર)ને મીત્રતાના ધોરણે રૂ. એંસી હજાર પુરા હાથ ઉછીના આપેલ હોય અને તે રકમ વસુલ કરતા આરોપી પાસેથી
રૂ. એંસી હજારનો ચેક ફરીયાદીએ મેળવી તેની બેન્કમાં જમા કરાવતા આરોપીએ આપેલ ચેક વગર સ્વીકાર્યે રીટર્ન થયેલ જેથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપી વાંકાનેર કોર્ટમા નેગોશ્યૂબલ એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા,
ફરીયાદી રજુ કરેલ પુરાવાઓ અને બચાવ પક્ષનો બચાવ અને દલીલો ધ્યાને લઈ ફરીયાદી પોતાની ફરીયાદ પુરવાર કરી શકેલ ન હોય અને આરોપી પાસેથી કાયેદસર વસુલવા પાત્ર લેણુ પુરવાર કરી શકેલ ન હોય જેથી વાંકાનેર કોર્ટના જજશ્રી એ. આર. રાણાનાએ કેસના પુરાવાઓ તથા આરોપી પક્ષે રોકાયેલ એડવોકેટની દલીલો અને ૨જુ થયેલ નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ આરોપી ઈસ્માઈલભાઈ અલીભાઈ વકાલીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી પક્ષે વકીલ શ્રી સરફરાઝ પરાસરા, શકીલ પીરઝાદા, એ. વાય. શેરસીયા રોકાયેલ રોકાયેલ હતા…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR