વાંકાનેર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર આપવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ હોય અને વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારશ્રીએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડને ખરીદીનું સેન્ટર શરુ કરેલ હોય જે મુજબ આ વર્ષે પણ સરકારી ચણાની ખરીદી માટે સેન્ટર આપવા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે…
બાબતે વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ આજરોજ મોરબી જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર GSCSCL ને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી મારફત ખેડૂતોની નોધણી થાય છે, જો વાંકાનેર માર્કેટ યાર્ડમાં સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રુમની ફાળવણી કરવામાં આવશે…
સરકાર દ્વારા આ વર્ષે પણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામાં આવે તો માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોને તેનો લાભ મળશે. નાનામાં નાના ખેડૂતોને પોતાના માલની ઉંચી કિંમત મળે તે માટે ચણાનુ ખરીદી કેન્દ્ર વાંકાનેર માર્કેટયાર્ડમાં શરુ કરવામાં આવે તેવી યાર્ડના ચેરમેન દ્વારા રજુઆત કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq