ચંદ્રપુર સંયુક્ત ગ્રામ પંચાયતમાંથી બે અલગ-અલગ ચંદ્રપુર અને ભાટીયા ગ્રામ પંચાયતની રચના કરાઈ, બંને જગ્યાએ વહિવટદારની નિમણૂક….

વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની ચંદ્રપુર ગ્રામ પંચાયતના આજે રાજ્ય સરકાર દ્વારા વિભાજનની જાહેર કરી ચંદ્રપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરી બે નવી ચંદ્રપુર અને ભાટીયા ગ્રામ પંચાયતની રચના કરવાની જાહેરાત રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ કરતાં હાલ ચાલુ ચંદ્રપુર ગ્રામ પંચાયતની સરપંચ, સભ્યો સહિતની બોડીને રદ કરી બંને જગ્યાએ વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા એક કાર્યક્રમમાં હાજરી આપી અને વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની ચંદ્રપુર ગ્રામ પંચાયતના વિભાજનની જાહેરાત કરી હાલની બોડીને રદ કરી બે નવી ચંદ્રપુર અને ભાટીયા ગ્રામ પંચાયતની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે….

સાથે જ તાત્કાલિક અસરથી સરકારે વર્તમાન સરપંચ, સભ્યો સહિતની બોડીને રદ કરી બંને ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી માટે વહિવટદારોની નિમણૂક કરી છે, જેમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતના વહીવટ માટે સર્કલ ઓફિસર શેરસીયા અને ભાટીયા ગ્રામ પંચાયતના વહીવટ માટે સર્કલ ઓફિસર ભીલની વહિવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે…

આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા બંને ગ્રામ પંચાયતના સિમાંકનની કામગીરી હાથ ધરી નવી ગ્રામ પંચાયતની રચના કરી બંને ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર કરવામાં આવશે, ત્યાં સુધીમાં બંને જગ્યાએ વહિવટદારો દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!