મોરબી વિસ્તારમાં નોકરી ઇચ્છુક યુવક-યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા પગાર ઉપરાંત ચા-પાણી, નાસ્તો અને ટ્રાન્સપોર્ટિંગ (વાહન વ્યવસ્થા) સહિતની સુવિધા સાથે અલગ અલગ જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર કરી છે. જેના માટે રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ 10માં અરજી E-Mail : navyugrecruitment@gmail.com અથવા 9574872583 વોટ્સએપ નં. પર મોકલી આપવાની રહેશે…

• પ્રિન્સિપાલ :

B. Ed. અને LL. B. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ધરાવતા હોય, અભ્યાસ કરાવી શકે તથા મેનેજમેન્ટ કરી શકે તેવા ઉમેદવારે અરજી કરવી…

• રિસેપ્શનિસ્ટ :

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર રિસેપ્શનિસ્ટનું કામ કરી શકે તેવા ગ્રેજયુએટ, વાકચાતુર્ય, આકર્ષક દેખાવ, તથા વ્યકિતત્વ ધરાવતા અનુભવી, મહેનતુ મહિલા ઉમેદવારે અરજી કરવી…

• કો -ઓર્ડીનેટર :

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી તથા પ્રિન્સિપાલને જોડતી કડી સાબિત થાય તેવા સૂઝબૂઝ ધરાવતા શિક્ષક અથવા શૈક્ષણિક સંસ્થાનો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારે અરજી કરવી…

• સોફ્ટવેર એજીનિયર :

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું તમામ મેનેજમેન્ટ સોફટવેર મારફત થતું હોવાથી સોફટવેરનું સંપૂર્ણ હેન્ડલીંગ ડેવલપ મેનેજ કરી શકે તેવા સોફટવેર એન્જિનિયર ઉમેદવારે અરજી કરવી.

• વિષય શિક્ષક :

પ્રાથમિક, માધ્યમિક વિભાગ માટે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

• ફિકસ શિક્ષક :

H.K.G., ઘોરણ 1-2નાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી શકે તેવા ઉત્સાહી ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

• કમ્પ્યુટર ટીચર :

પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ તથા થિયરીકલ અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : M.C.A.

• સ્પોર્ટસ ટીચર :

પ્રાથમિક તથા માધ્યમિક વિભાગ માટે સ્પોર્ટ્સ શિક્ષક જોઈએ છે. લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : B.P.Ed./M.P.Ed.

• NCC-ANO :

જે ઉમેદવાર NCC નું C સેર્ટીફીકેટ મેળવેલ હોય, જુનિયર અને સિનિયર NCC ના કેડેટ ને પરેડ કરાવી શકે, NCC ના વિદ્યાર્થીઓ ને કેમ્પ લઈ જઈ તાલીમ અપાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત:- NCC ‘C’ સેર્ટીફીકેટ

• બિલ્ડીંગ સુપરવાઈઝર :

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ કેમ્પસમાં બિલ્ડીંગમાં રાઉન્ડ લગાવી ધ્યાનમાં આવતું મેઈન્ટેનન્સ, સફાઈ વગેરે બાબતનું યોગ્ય ઉપાય કરી સોલ્યુશન કરી શકે તેવા. લાયકાત:- ગ્રેજ્યુએટ…

તો રાહ શેની જુઓ છો, આપના ઉજ્વળ ભવિષ્ય અને કારકીર્દિ માટે આજે જ સંપર્ક કરો…

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન

રસ ધરાવતા ઉમેદવારોએ 10 દિવસની અંદર નીચેના ઈમેલ અથવા વ્હોટસએપ પર પોતાની અરજી મોકલવાની રહેશે….

E-Mail : navyugrecruitment@gmail.com

WhatsApp: 9574872583

error: Content is protected !!