ભાજપના આંતર કલેહના ભોગ રૂપે દાયકાઓ બાદ ભાજપે વાંકાનેર નગરપાલિકામાં સત્તા ગુમાવ્યા બાદ પ્રથમ વખત વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત થયું છે, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ સાધારણ સભામાં વર્ષ 2021-22 માટે બજેટ પત્રક રજુ કરવામાં આવ્યું હતું….

વાંકાનેર નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન સેજપાલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રથમ સાધારણ સભામાં વાંકાનેર નગરપાલિકામાં વર્ષ 2021-22 માટે બજેટ સહિતના એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતાં,

જેમાં રૂ. 111,10,27,250 ની આવક સામે વિવિધ કામો સબબ 100,63, 09,275 નાં ખર્ચ સાથે બજેટની એકંદર તારીજ રજૂ કરવામાં આવી હતી. આમ વાંકાનેર નગરપાલિકા માટે એકંદરે 11 કરોડનું પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરાયું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!