ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત, કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે આજે રાત્રીના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પર આજે રાત્રિના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતી વોલ્ક્સવેગન પોલો કાર નં. GJ 21 AQ 6845 કેરાળા ગામના બોર્ડ સાથે રાજા પેટ્રોલ પંપ સામે આગળ જતાં એક ટ્રક નં‌. GJ 36 T 7952 પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં સમીરભાઈ અનવરભાઈ સરવદી (રહે. ટંકારા) નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય શાહરૂખભાઈ સરવદી, અમીનભાઈ તથા એહમદભાઈ નામના ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે ત્રણેય યુવાનો પણ ટંકારાના વતની હોવાનું જાણવા મળ્યું છે. બાબતે અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા…‌

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!