વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતાં એક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા 50 વર્ષીય પુરુષને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડનું વાહન નીચે આવી ચગડાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી આધેડના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ માલકીયા હોટલ પાસેથી પસાર થતા એક અજાણ્યા 50 વર્ષીય પુરુષને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડનું શરીર વાહન નીચે આવી જતાં માથું હાથ-પગ ચગડાઈ જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…
બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આધેડના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી બનાવી નોંધ કરી આધેડની ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe