વાંકાનેરના વેપારી યુવાન શહેબાઝ મેમણનું દુઃખદ અવસાન, મર્હુમની આવતીકાલે જીયારત….

વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક i-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત થયું હતું, જ્યારે આ આકસ્માતના બનાવમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની બાગે સંજર સોસાયટી ખાતે રહેતા અને મેઇન બજારમાં સાહેલી સેલ નામની દુકાન ચલાવતા શેહબાઝ રફીકભાઈ મેમણ (ઉ.વ. ૨૫) નામનો વેપારી યુવાન ગતરાત્રીના પોતાની આઇ-20 કાર લઈને મોરબીથી વાંકાનેર પરત આવી રહ્યો હોય, ત્યારે બંધુનગર પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શહેબાઝનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી…

મર્હુમ શેહબાઝ રફીકભાઈ મેમણની જીયારત આવતીકાલે તા. 12 નવેમ્બર, રવિવારના રોજ સવારે 9:30 કલાકે મોલ્વી સાહેબની દરગાહ ખાતે રાખવામાં આવેલ છે. મર્હુમ શેહબાઝ મેમણનું યુવા વયમાં અવસાનથી વાંકાનેરના વેપારી આલમ અને તેમના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!