વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આજે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય (ગરાસીયા બોડીંગ) ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાંકાનેરના યુવાનો અને ભાજપ કાર્યકર્તાએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 100 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું…

વાંકાનેર શહેરની ગરાસીયા બોડીંગ ખાતે આજે સોમનાથ ક્રેડિટ કો. ઓપ.સો.લી.- વાંકાનેર તેમજ સોમનાથ કન્ટ્રકશન ગ્રુપ-વાંકાનેર દ્વારા લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ જગદિશસિંહ ઝાલાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનું ઉદ્ઘાટન મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ દેસાઈ, રસિકભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પના અંતે 100 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું…

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે તમામ આયોજકો અને વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાએ સર્વેનો આભાર માન્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!