વાંકાનેર-મોરબી વિસ્તારમાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોય જેમાં મોટાભાગની ફેક્ટરીઓમાં ડીઝલની વધુ જરૂરિયાત હોવાના કારણે કારખાનેદારો દ્વારા ડાયરેક્ટ પેટ્રોલપંપ પરથી જ ડીઝલ નાના વાહનો મારફતે હોમ ડિલિવરી થકી મંગાવવામાં આવે છે, જેમાં હાલ મોરબી જિલ્લામાં આ ડિઝલની હોમ ડિલિવરીઓમાં પેટ્રોલ પંપ ધારકો દ્વારા પ્રતિબંધિત બાયો ડીઝલની ભેળસેળ કરવામા આવી રહ્યું હોવાની ચર્ચા જાગી છે…
બાબતે ખાનગી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ડીઝલ એન્જિનોમાં વપરાતા પ્યોર ડીઝલના સ્થાને વિકલ્પરૂપે ડિઝલ જેવી જ કાર્યપદ્ધતિ ધરાવતા બાયોડિઝલનો વેપલો ગુજરાત ભરમાં તેજ થયો હતો પરંતુ આ બાયો ડીઝલ પર્યાવરણ અને મશીનો માટે હાનીકારક હોય જેથી સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. બાયો ડીઝલ અને પ્યોર ડીઝલ વચ્ચે ભાવમાં મોટો ફરક હોય જેથી આ બાબતનો લાભ લેવા માટે મોરબી જિલ્લામાં કારખાનાઓમાં થતી ડિઝલની હોમ ડિલિવરીઓમાં મોટા ભાગના પેટ્રોલ પંપ ધારકો દ્વારા આ બાયો ડીઝલની ભેળસેળ કરી મોટો નફો કમાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે…
કેમિકલ યુક્ત હાનિકારક પદાર્થોમાંથી બનતું પ્રતિબંધિત આ બાયો ડીઝલ પર્યાવરણ, માનવ આરોગ્ય અને મશીનો માટે નુકસાન કારક હોઈ જેથી મોરબી જિલ્લામાં ચાલતા આ ષડયંત્ર બાબતે રાજ્યના પુરવઠા વિભાગે અને ઓઇલ કંપનીઓએ શું ડિઝલની હોમ ડિલિવરી કરવાની મંજૂરી આપી છે કે કેમ ? જો આપી હોય તો તેમાં પ્રતિબંધિત બાયો ડીઝલની ભેળસેળ માટે કોને મંજુરી આપી ? સહિતના અનેક પ્રશ્ને તપાસ અનિવાર્ય બની છે…
વાંકાનેર-મોરબી વિસ્તારમાં ઉદ્યોગો-ફેક્ટરીઓની સંખ્યા વધુ હોવાને કારણે ડીઝલની મોટી જરૂરિયાત અનુસંધાને હોમ ડીલેવરીના આ ફારસમાં ભેળસેળ થતું બાયોડીઝલ ગુજરાત રાજ્યમાં વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ બાયોડીઝલ આવે છે ક્યાંથી ? કોણ તેનું ઉત્પાદન કરે છે ? કોણ આ બાયો ડીઝલને પગ આપે છે ? કોણ આ ષડયંત્ર ચલાવી રહ્યું છે ? સહિતના મુદ્દાઓની તપાસ માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ડીલીવરી કરાતા મીની ટેન્કરોમાંથી ડિઝલના નમૂના લઇને તેનું પૃથ્થકરણ કરવામાં આવે તો ડિઝલમાં નફાની આડમાં થતી ભેળસેળ સ્પષ્ટ થયા બાદ આ ષડયંત્રમાં સામેલ શખ્સોની કડક પૂછપરછ કરાઇ તો આ પૂરેપૂરા ષડયંત્રનો પર્દાફાશ થાય તેમ છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN