વાંકાનેર શહેરના હાર્દસમા અને સતત ધમધમતા એવા ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં પાર્ક કરેલા એક બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા મોઇનુદ્દીનભાઈ અમીનભાઈ ખોરજીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર શહેરના ગ્રીન ચોક, પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં તેમણે પોતાનું બાઈક નંબર GJ 3 Q 0275 પાર્ક કરેલ હોય તેને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે, જેથી બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આધેડની ફરિયાદ પરથી અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1